મુંબઈ: DCM શ્રીરામ ગુજરાતના ભરૂચમાં રિન્યુ પાવર (ReNew Power) દ્વારા 50 મેગાવોટ રિન્યુએબલ એનર્જીનો સ્ત્રોત કરવાની યોજના ધરાવે છે. ડીસીએમ શ્રીરામ કંપની કેમિકલ, સુગર અને ફર્ટિલાઇઝર્સના બિઝનેસ સાથે સંકળાયેલી છે અને રિન્યુ પાવરે બે કેપ્ટિવ પાવર એગ્રીમેન્ટ્સ (CPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર, આ કરારો રિન્યુ પાવરના આગામી બે પ્રોજેક્ટમાંથી 50 મેગાવોટ રિન્યુએબલ એનર્જીનો સપ્લાય તરફ દોરી જશે.
DCM શ્રીરામના ચેરમેન અને વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર અજય એસ શ્રીરામે જણાવ્યું હતું કે, “અમે રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. ESG (પર્યાવરણ, સામાજિક અને કોર્પોરેટ ગવર્નન્સ) માટે લાંબા ગાળાની પ્રતિબદ્ધતા સાથે, 25 વર્ષ માટે ગ્રીન એનર્જી માટે કેપ્ટિવ પાવર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને તે કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરશે, એમ તેમણે જણાવ્યું હતું. DCM શ્રીરામ લિમિટેડ દ્વારા આશરે રૂ. 63 કરોડની ઇક્વિટી ભાગીદારી દ્વારા આશરે રૂ. 800 કરોડના કુલ રોકાણ સાથે બે હાઇબ્રિડ પ્રોજેકટ સ્થાપશે.