એકનાથ શિંદે સરકાર સત્તામાં આવ્યા બાદ 40 દિવસ બાદ મહારાષ્ટ્ર સરકારમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આજે બંને પક્ષના નવ નવ ધારાસભ્યોએ મંત્રીમંડળના શપથ લીધા હતા. મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ તેઓને આજે શપથ લેવડાવ્યા હતા.
આજે એકનાથ શિંદે ગ્રુપના જે નવ મંત્રીઓએ શપથ લીધા તેમાં તાનાજી સાવંત ઉદય સામંત, સાંદીપન ભુમરે,અબ્દુલ સત્તાર, દાદા ભૂંસે દિપક કેસરકાર, શંભૂરાજ દેસાઈ, સંજય રાઠોડ અને ગુલાબ રાવ પાટીલનો સમાવેશ થાય છે.
જયારે ભાજપ વતી ગિરીશ મહાજન, સુધીર મુંજગટીવાર,ચંદ્રકાંત પાટીલ, અતુલ સાવે ,રવિન્દ્ર ચૌહાણ , સુરેશ ખાંડે ,મંગલ પ્રભાત લોઢા અને વિજયકુમાર ગાવિત નો સમાવેશ થઇ છે.