ઓરિસ્સામાં ભારે વરસાદથી 4.67 લાખ લોકો પ્રભાવિત થયા 19 અને 20 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી

ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે ઓરિસ્સામાં પણ ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં વરસાદનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઓરિસ્સા રાજ્યમાં જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે 12 જિલ્લાના 1757 ગામમાં 4 લાખ 67 હજાર લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. લો પ્રેશરને કારણે ઓરિસ્સામાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે 19 અને 20 ઓગસ્ટના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ થયા ઓરિસ્સામાં વરસાદ રહી ગયો હોવા છતાં મહા નદીમાં પરિસ્થિતી વિકટ બની રહી છે. અહીંના અનેક ગામોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે આ ગામોના 60,000 લોકોને પુનઃસ્થાપિત કરાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ પાણીના પાઉચ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. એ લોકોને રહેવા માટે તકલીફ ન પડે તે માટે પોલીથીનની સીટ પણ આપવામાં આવી રહી છે. પશુઓ માટે પણ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે તો કેટલાક ગામમાં મીની મિનરલ પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here