કાકીનાડા: આંધ્રપ્રદેશના કાકીનાડામાં સોમવારે એક શુગર મિલમાં જાળવણી કાર્ય દરમિયાન લોખંડનો ગર્ડર તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં હતાં અને અન્ય બે લોકો ઘાયલ થયાં હતાં.
ANI માં પ્રકાશિત સમાચાર અનુસાર, કાકીનાડાના પોલીસ અધિક્ષક એમ રવિન્દ્રનાથ બાબુએ જણાવ્યું કે વકાલાપુડીમાં શુગર મિલમાં જાળવણી કાર્ય દરમિયાન એક પ્લેટફોર્મ તૂટી પડ્યું હતું. મૃતકોના નામ પ્રસાદ અને સુબ્રમણ્યમ છે. બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓને એપોલો હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અંગેનો કેસ નોંધવામાં આવ્યો છે અને સરપવરમ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે.