મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળીના કડાકા ભડાકા સાથે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેને કારણે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ખબર આવી રહી છે કેટલીક ટ્રેન પણ આ પાણી ભરાવાને કારણે પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. જોકે મોસમ વિભાગ દ્વારા સમય સમય પણ રાજ્યમાં થનાર વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને વધારે તકલીફનો સામનો કરવો ન પડે.

મોસમ વિભાગ દ્વારા શનિવારે 10 સપ્ટેમ્બરે એટલે કે આજના દિવસે રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે સાથે સાથે લોકોને સતર્ક રહેવા પણ જણાવ્યું છે. મોસમ વિભાગના એલર્ટ અનુસાર પશ્ચિમ મહારાષ્ટ્ર ઓરિસ્સા પૂર્વ આંધ્રપ્રદેશ અને વેસ્ટ બંગાળ ની સાથે સાથે દક્ષિણ છત્તીસગઢમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોસમ વિભાગના અનુમાન અનુસાર આ રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. દિલ્હીમાં પણ આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 35 ડિગ્રી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here