2022-23માં વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા

નવી દિલ્હી: પ્રતિકૂળ હવામાનને કારણે 2022-23માં ત્રણ વર્ષમાં પ્રથમ વખત વૈશ્વિક ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. વિશ્વના ટોચના નિકાસકાર ભારતે તેના વિપુલ પુરવઠા સાથે વૈશ્વિક ચોખાના ભાવ ઘટાડવામાં મદદ કરી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે અન્ય કૃષિ કોમોડિટીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હોવા છતાં ચોખાના ભાવ અત્યાર સુધી સ્થિર રહ્યા છે. પરંતુ હવે ચોખાના પુરવઠામાં સંભવિત અછત ચોખાના ભાવ પર દબાણ લાવી શકે છે અને ઘણા દેશોમાં ખાદ્ય અસુરક્ષા અને ખાદ્ય પદાર્થો ના ભાવ ફુગાવાના સંકેતો છે.

ચોખાના વધતા ભાવની અસર ઘણા દેશોની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. વિશ્વના નંબર 1 ચોખાના નિકાસકાર ભારતે સપ્ટેમ્બરમાં તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અન્ય કેટલાક પ્રકારના ચોખાની નિકાસ પર 20% ડ્યૂટી લાદી હતી. યુએસડીએના અંદાજ મુજબ, વૈશ્વિક ચોખાનું ઉત્પાદન દર વર્ષે 2% ઘટવાનું અનુમાન છે. ચોખાના સૌથી મોટા ઉત્પાદક અને ઉપભોક્તા ચીનના દક્ષિણ પ્રાંતોમાં દુષ્કાળની સ્થિતિને કારણે ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે. તેવી જ રીતે, ભારતના ઉત્તર પૂર્વમાં સૂકી સ્થિતિ ચોખાના ઉત્પાદનમાં ઘટાડો કરશે. દરમિયાન, પાડોશી દેશ પાકિસ્તાનમાં પૂરના કારણે ડાંગરના આખા ખેતરો ધોવાઈ ગયા છે. યુએસ ચોખાનું ઉત્પાદન 30 વર્ષમાં સૌથી નીચા સ્તરે રહેવાનો અંદાજ છે. થાઈલેન્ડ અને વિયેતનામમાં ચોખાના વધુ ઉત્પાદનની અપેક્ષા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here