આવનારા દિવસોમાં ચોખા મોંઘા થઈ શકે છે, જાણો શું છે કારણ

સરકાર દ્વારા ડાંગરની ખરીદીમાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ચોખાના ભાવમાં વધારો થવાની સંભાવના વધી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ વર્ષે ચોખાની ઉપજ ઓછી રહેવાનો અંદાજ છે. ઉપરથી નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં દેશમાંથી ચોખાની નિકાસ વધી રહી છે અને સરકારી ગોડાઉનમાં સ્ટોક ઘણા વર્ષોમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. સેન્ટ્રલ પૂલમાં 1 નવેમ્બર સુધી ચોખાનો કુલ સ્ટોક 16.5 મિલિયન ટન નોંધાયો છે, જે નવેમ્બરની શરૂઆતથી ચાર વર્ષમાં સૌથી ઓછો છે. અને ગત વર્ષ કરતાં 63 લાખ ટન ઓછું છે.

ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં સરકારી ગોડાઉનમાં 2.29 લાખ ટનથી વધુ ચોખાનો સ્ટોક હતો. આ વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. ઉપરથી વપરાશ પછી બાકી રહેલો સ્ટોક પણ નીચો રહેવાની ધારણા છે. એટલે કે વૈશ્વિક સ્તરે ચોખાનો પુરવઠો ગયા વર્ષ કરતાં ઓછો છે.

તમને જણાવી દઈએ કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા આખા ચોખામાં ટુકડાઓનો મોટો હિસ્સો સામેલ છે. 2022માં કુલ 93.53 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરવામાં આવી છે, જેમાં તૂટેલા ચોખાનો હિસ્સો 21.31 લાખ મેટ્રિક ટન છે. આ મુજબ ભારતમાંથી કુલ ચોખાની નિકાસમાં તૂટેલા ચોખાનો હિસ્સો 22.78 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here