શામલી: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના સદર કોતવાલી વિસ્તારમાં મંગળવારે એક ખાંડ મિલમાં ટર્બાઈન જોઈન્ટ લીક થવાને કારણે બે કામદારો ઘાયલ થયા હતા.ખાંડ મિલના એક અધિકારીએ અહીં આ માહિતી આપી. હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સવારે 3 મેગાવોટ ટર્બાઇનનું કનેક્શન અચાનક લીક થવાથી બે કામદારો ઘાયલ થયા છે. ટર્બાઇનની અંદરની વરાળથી કામદારોને ઇજાઓ થઇ હતી. શેરડીનું પિલાણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.