ગોરખપુરઃ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવી ત્યારે તેણે ગોરખપુરમાં બંધ પડી ગયેલી પીપરાયચ અને મુંદેરવા શુગર મિલોને પોતાના હસ્તક લીધા બાદ અદ્યતન ટેક્નોલોજી સાથે સજ્જ કરીને ખેડૂતોના જીવનમાં નવી મીઠાસ લાવી દેવાનું કામ કર્યું છે. આ ફેક્ટરીઓ દાયકાઓ સુધી બંધ હતી. જેથી ખેડૂતો ભારે નારાજ થયા હતા. તેઓને આજીવિકા માટે ગામ છોડીને બહાર કામની શોધમાં જવું પડ્યું. હવે કારખાનાઓ શરૂ થઈ જતાં ખેડૂતો ફરી શેરડીની કાપણી કરી રહ્યા છે. ફેક્ટરીઓ સલ્ફર-મુક્ત ખાંડનું ઉત્પાદન કરવા સાથે તેમની પોતાની વીજળી ઉત્પન્ન કરી રહી છે જેની વૈશ્વિક સ્તરે માંગ છે.
પ્રભાત ખબરમાં છપાયેલા અહેવાલ મુજબ, ખેડૂતોને કારખાનાઓ દ્વારા ગત સિઝનના બિલના સો ટકા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 30 નવેમ્બર સુધીના શેરડીના પુરવઠાના બીલ જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પીપરાઈચમાં સ્થપાયેલી રાજ્ય ખાંડ અને શેરડી વિકાસ નિગમની ફેક્ટરીએ 2018-19 થી 2021-22 સુધીમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોને 320 કરોડ 35 લાખ 41 હજાર રૂપિયાના શેરડીના બીલ ચૂકવ્યા છે. મુંદેરવા શુંગર ફેક્ટરીએ ખેડૂતોને 380 કરોડ 36 લાખ 37 હજાર રૂપિયાના બિલ આપ્યા છે.
શેરડીના ડેપ્યુટી કમિશનર ઉષા પાલે જણાવ્યું હતું કે વર્તમાન સિઝનમાં બંને ફેક્ટરીઓએ 30 નવેમ્બર સુધીના બિલ બેંક ખાતામાં જમા કરાવ્યા છે. પીપરાઈચ ફેક્ટરીએ 15 ડિસેમ્બર સુધીમાં 8,422 ખેડૂતો પાસેથી 5.55 લાખ ક્વિન્ટલ શેરડીનું પ્રોસેસિંગ કર્યું છે. તેની કિંમત 19.19 કરોડ રૂપિયા છે. મુંદરવા ફેક્ટરીએ 7,794 ખેડૂતોની 3.57 લાખ ક્વિન્ટલ શેરડીનું પ્રોસેસિંગ કર્યું છે. 82.78 લાખના શેરડીના બિલ ખેડૂતોને આપવામાં આવ્યા છે.