ન્યુયોર્ક: વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર યુરોપની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે યુરોપ ભારત કરતાં રશિયા પાસેથી છ ગણા અશ્મિભૂત ઇંધણની આયાત કરે છે.’રશિયાનું યુદ્ધ ભારતની દુનિયા બનાવી શકે છે’ શીર્ષક વાળા ન્યૂયોર્ક ટાઇમ્સના લેખમાં જણાવાયું છે કે યુક્રેન યુદ્ધની સંયુક્ત અસરોએ દેશના વિકાસને વેગ આપ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ભારત તેના વિશાળ સ્થાનિક બજાર દ્વારા આર્થિક ઉથલપાથલથી પ્રમાણમાં સુરક્ષિત છે.
ડિસેમ્બરની શરૂઆતમાં, જયશંકરે રશિયામાંથી ક્રૂડ ઓઇલની આયાત પર ભારતના વલણનો મજબૂત બચાવ કર્યો હતો, કહ્યું હતું કે જ્યાં ભારતીય નાગરિકોના હિતમાં શ્રેષ્ઠ સોદો જોવા મળે છે ત્યાં જવાની તે સમજદાર નીતિ છે.
જયશંકરે ભારપૂર્વક કહ્યું કે અમે અમારી કંપનીઓને રશિયન તેલ ખરીદવા માટે નથી કહેતા, અમે તેમને શ્રેષ્ઠ વિકલ્પ ખરીદવા માટે કહીએ છીએ. તે બજાર પર નિર્ભર છે, ભારતીય લોકોના હિતમાં જ્યાં શ્રેષ્ઠ સોદો મળે ત્યાં જવું એ સમજદારી ભરી નીતિ છે, એમ જયશંકરે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભાને સંબોધતા કહ્યું હતું.
વૈશ્વિક તેલની કિંમતો અંગે જયશંકરે કહ્યું કે સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસના ભાવ ગેરવાજબી રીતે ઊંચા છે. તેમના મતે, યુરોપ મધ્ય પૂર્વના દેશો પાસેથી વધુ તેલ ખરીદતું હતું જે એશિયામાં પરંપરાગત સપ્લાયર્સ હતા, જો કે, હવે તેને યુરોપ તરફ વાળવામાં આવ્યું હતું. ભારતે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે તેની તેલની આયાત તેના રાષ્ટ્રીય હિત દ્વારા નક્કી કરવામાં આવશે.