સાઓ પાઉલો: દેશના કૃષિ મંત્રાલયની વેબસાઈટ પર બુધવારે મોડી રાત્રે પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ બ્રાઝિલની સરકારે તાત્કાલિક અસરથી ઈથેનોલની આયાત પર કર મુક્તિને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આનાથી મોટાભાગે યુએસમાં ઇથેનોલ ઉદ્યોગને નુકસાન થશે. અમેરિકન ઇથેનોલ ઉત્પાદકો બ્રાઝિલના ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ઇથેનોલ સપ્લાય કરે છે. હવેથી વર્ષના અંત સુધી, ઇથેનોલની આયાત પર 16% ટેક્સ લાગશે, જે 2024માં વધીને 18% થશે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના વહીવટીતંત્રે ઇંધણ અને ખાદ્યપદાર્થોની કિંમત ઘટાડવાના અન્ય પગલાંના ભાગરૂપે ગયા માર્ચમાં ઇથેનોલ આયાત કરને શૂન્ય પર ઘટાડી દીધો હતો. મુક્તિ સમાપ્ત કરવાનો નિર્ણય નવા પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા લેવામાં આવ્યો છે. બ્રાઝિલ અને યુએસ ઇથેનોલના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારો છે.
—