પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને જાનમાલના નુકસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
તુર્કીના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દીથી સાજા થાય. ભારત આ દુર્ઘટનામાં તુર્કીના લોકો સાથે સક્ષમતાથી ઊભું છે અને તેનો સામનો કરવા માટે તમામ શક્ય સહાય આપવા તૈયાર છે.”
(Source: PIB)