ચેન્નઈ: રાજ્યભરમાં શેરડીના ખેડૂતોના સંગઠનોના પ્રતિનિધિઓએ શુક્રવારે તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ પૂરી કરવા માટે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના હસ્તક્ષેપની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે ખેડૂતોએ તેમના હાથમાં શેરડીની સાંઠા સાથે રાજ્ય સચિવાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી અને બાદમાં છોડી દીધા હતા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ, ખેડૂતોનો આરોપ છે કે ખાનગી શુગર મિલોએ શેરડીના ખેડૂતોના નામે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી તેમની જાણ વગર લોન લીધી છે, જેના પરિણામે બેંકો ખેડૂતોને લોનની ચુકવણીની માંગણી કરતી નોટિસ મોકલી રહી છે. તેમણે રાજ્ય સરકાર પાસે માંગ કરી કે શેરડીના ખેડૂતોને સર્ટિફિકેટ આપવામાં આવે કે તેઓએ કોઈ લોન લીધી નથી જેથી તેઓ કાયદાકીય કાર્યવાહી માંથી બચી શકે. જેને લઈને શેરડીના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે.