મારુતિની 2025માં ભારતમાં Wagon R ફ્લેક્સ ફ્યુઅલ લોન્ચ કરવાની યોજના

નવી દિલ્હી: મારુતિ સુઝુકીએ ઓટો એક્સપો 2023માં વેગન આર ફ્લેક્સ-ફ્યુઅલ પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું હતું. અગાઉ, ફ્લેક્સ-ફ્યુઅલ ટેક્નોલોજીથી સજ્જ વેગન આરને દિલ્હીમાં SIAM ઇથેનોલ ટેકનોલોજી એક્ઝિબિશનમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, કંપની 2025માં તેનું પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ માસ સેગમેન્ટ વાહન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

મારુતિ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો ભારતમાં સ્થાનિક રીતે વિકસાવવામાં આવશે. આનાથી દેશમાં ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવામાં મદદ મળશે અને દેશની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફ્લેક્સ-ફ્યુઅલ કાર 20 ટકા (E20) અને 85 ટકા (E85) વચ્ચેના કોઈપણ ઇથેનોલ-ગેસોલિન મિશ્રણ પર ચાલી શકશે.

વધુમાં, કાર નિર્માતાએ નાણાકીય વર્ષ 2025માં પ્રથમ EV આવવાનો સંકેત આપતો પ્રોડક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. આટલું જ નહીં, 2030 સુધીમાં, મારુતિ સુઝુકીનું લક્ષ્ય 15 ટકા બેટરી ઇલેક્ટ્રિક વાહનો, 25 ટકા હાઇબ્રિડ અને 60 ટકા ICE કાર સીએનજી, બાયોગેસ અને ઇથેનોલથી ચાલતી પાવરટ્રેન સાથે વેચવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here