એનટીપીસી લિમિટેડે ફેબ્રુઆરી 2023 સુધીમાં 11.92 ટકા એટલે કે 364.2 બીયુ નો વધારો નોંધાવ્યો હતો, જ્યારે દેશના ઉત્પાદનમાં 9.56 ટકાનો વધારો થયો છે.
એનટીપીસીએ તેની કેપ્ટિવ માઇન્સથી કોલસાના ઉત્પાદનમાં વધારાના વલણને પ્રદર્શિત કરવાનું ચાલુ રાખ્યું છે. એનટીપીસી દ્વારા કેપ્ટિવ કોલસોનું ઉત્પાદન 2.6 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હતું, જ્યારે ડિસ્પેચ 2.5 એમએમટી હતી. આમ, પાછલા વર્ષની તુલનામાં, આ વર્ષે ફેબ્રુઆરીમાં, ઉત્પાદન અને રવાનગીમાં અનુક્રમે 80 ટકા અને 87 ટકાની નક્કર વૃદ્ધિ થઈ હતી. સંચિત ધોરણે, નાણાકીય વર્ષ 2023 દરમિયાન કોલસાના ઉત્પાદન 20 એમએમટીને પાર થયું છે.
એનટીપીસીએ તેની કોલસાની ખાણોમાંથી કોલસાના ઉત્પાદનને વધારવા માટે ઘણા પગલા લીધા છે. ઉચ્ચ-ક્ષમતાવાળા ડમ્પર્સના જોડાણની સાથે, ખોદકામ કરનારાઓના હાલના કાફલાના કદમાં થયેલા વધારાથી ખાણોને તેમના ઉત્પાદનમાં વધારો કરવા માટે સુવિધા મળી છે.
એનટીપીસી જૂથની સ્થાપિત ક્ષમતા 71594 મેગાવોટ છે.