ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે વર્તમાન સરકારને ખેડૂત વિરોધી ગણાવી છે. હરીશ રાવતે જણાવ્યું હતું કે આ વર્ષે પણ ઉત્તરાખંડની ભાજપ સરકારે શેરડીનું મૂલ્ય વધાર્યું નથી. આથી શેરડીના ખેડૂતોને કોઈ લાભ થયો નથી.
દેહરાદૂનથી હરિદ્વાર જઈ રહેલા પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત ડોઈવાળાના માંજરી ગેટ પાસે રોકાયા હતા જ્યાં
ખેડૂત તાજેન્દ્ર સિંઘના ખેતરમાં શેરડી કાપીને ખાધી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો વિચારી રહ્યા હતા કે આ વર્ષે સરકાર ખેડૂતોની શેરડીના દામ વધારીને શેરડીની મીઠાશ પણ વધારશે. પણ શેરડી તો મીઠ્ઠી છે પણ સરકારે ભાવ ન વધારીને શેરડીનો સ્વાદ ફિક્કો કરી નાંખ્યો. દુનિયામાં ખાંડની ભારે ડિમાન્ડ છે અને જો સરકાર શેરડીનો ભાવ 400થી 450 કર્યો હોત તો બધા સરકારના વખાણ કરી હોત .પણ એવું લાગે છે સરકાર ખાંડ મિલ માલિકોને ખુશ રાખવા માટે શેરડીનું મૂલ્ય વધાર્યું નથી. સરકારના આ સ્ટેન્ડ થી ખેડૂતો નારાજ છે.