આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા એક સપ્તાહથી તેલની કિંમત પ્રતિ બેરલ 85 ડોલરની ઉપર રહી છે. આજે 10 એપ્રિલે પણ કાચા તેલની કિંમતમાં વધારો થયો છે. પરંતુ આ પછી પણ લાંબા સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે 10 એપ્રિલના બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ $85.22 છે. જ્યારે, WTI ક્રૂડ પ્રતિ બેરલ $80.82 પર છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની સત્તાવાર વેબસાઈટ iocl.com ના નવીનતમ અપડેટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર પર છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય શહેરની વાત કરીએ તો નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં પેટ્રોલ રૂ.107.24 અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર, લખનૌમાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લિટર, તિરુવનંતપુરમમાં પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લિટર, ચંડીગઢમાં પેટ્રોલ રૂ. 96.20 અને ડીઝલ રૂ. 84.26 પ્રતિ લિટર ભાવ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત રૂ. 109.66 અને ડીઝલ રૂ. 97.82 પ્રતિ લિટર છે. અજમેરમાં પેટ્રોલ રૂ. 108.43 અને ડીઝલ રૂ. 93.67 પ્રતિ લીટર શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ.113.65 અને ડીઝલ રૂ. 98.39 પ્રતિ લિટર જોવા મળી રહ્યો છે.