આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. નવીનતમ અપડેટ મુજબ, બ્રેન્ટ ક્રૂડ બેરલ દીઠ $ 77 થી ઉપર છે. જ્યારે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રાષ્ટ્રીય સ્તરે સતત સ્થિર જોવા મળી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્યોમાં તેલની કિંમતોમાં મામૂલી ફેરફાર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે ક્રૂડ ઓઈલ પર શું છે અપડેટ અને અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું ચાલી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો રેટ 75.58 ડોલર પ્રતિ બેરલ છે. તે જ સમયે, WTI ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $ 71.55 છે. દેશના મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ભોપાલમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે ₹ 108.65 ₹ 93.90 ના ભાવ પર સ્થિર જોવા મળી રહ્યું છે જયારે ભુવનેશ્વરમાં ₹ 103.19 ₹ 94.76, હૈદરાબાદમાં પેટ્રોલ ₹109.66 અને ડીઝલના ભાવ ₹97.82 છે. જયારે દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં વેચાઈ છે ત્યાં પેટ્રોલ ₹84.10 પ્રતિ લીટર અને ડીઝલ ₹79.74 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.