હવે શેરડી નહિ ઈથનોલનું ઉત્પાદન કરો: નીટિંગ ગડકરીની શેરડીના ખેડૂતોની શીખ

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે ખેડૂતોને હવે ઇથેનોલ બનાવવાની વિનંતી કરી હતી.

મહારાષ્ટ્રના વિતા ખાતે એક સંમેલનમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, “પાણીની ઉપલબ્ધતાને કારણે ખાંડના ઉત્પાદન માટે જવાને બદલે હવે ઇથેનોલ ઉત્પાદન માટે વધુ જવું જોઈએ.

“મને ખુશી છે કે ખેડૂતો તેમભુ સિંચાઇ યોજનાને લીધે તેમની જમીનને હવે સિંચાઈકરી શકે છે, જે તેમને પૂરતું પાણી પ્રદાન કરશે. પરંતુ શેરડીની જ ખેતીમાં જતા નથી. બ્રાઝિલમાં ખાંડ 20 રૂપિયે પ્રતિ કિલો વેંચાઈ રહી છે અને ભારતમાં , અમે 34 કિલોગ્રામ પ્રતિ કિલોની કિંમતે ખાંડની કિંમત આપી રહ્યા છીએ. જો શેરડીના પાક માટે જ જશો તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જશે અને ખાંડની જગ્યાએ ઇથેનોલના ઉત્પાદન કરવું જોઈએ કેન્દ્રીય સરકાર જેટલું ઉત્પાદન કરી શકશો તેટલું ઇથેનોલખરીદી લેશે” એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

અગાઉ પણ, ગડકરીએ ખાંડ ઉદ્યોગમાં રહેલી કટોકટીમાંથી બહાર આવવાનો ઉપાય એ ખાંડના ઉત્પાદનથી ઇથેનોલના ઉત્પાદન તરફ આગળ વધવાનો જ બતાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here