ઉત્તર પ્રદેશમાં શેરડીની તર્જ પર હવે દરેક પાકનો ડિજિટલ રેકોર્ડ બનશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકાર કૃષિ મામલે વધુ હાઇટેક બની રહી છે. ખેડૂતોને ઓછી તકલીફ પડે તે માટે અને રાજ્યના કૃષિ વિકાસ માટે ઘણી આધુનિક પદ્ધતિઓ રાજ્ય સરકાર અપનાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સરકારે અપનાવેલી નવી ટેક પદ્ધતિ સરકાર અને ખેડૂતો માટે અસરકારક સાબિત થઇ છે ત્યારે હવે રાજ્ય સરકારે શેરડીની તર્જ પર તમામ પાકનો ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો નિર્ણય લીધો છે. તેની તૈયારી બાગપત જિલ્લામાં શરૂ થઈ ગઈ છે.

લાઈવ હિન્દુસ્તાનના સમાચાર અનુસાર જિલ્લાભરના 244 ગામોમાં સર્વે થશે. સર્વેમાંથી હવે ખેતરમાં વાવેલા પાક અને વિસ્તારની સચોટ માહિતી ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર હવે ખરીફ અને રવિ પાકનો પણ ડિજિટલ ક્રોપ સર્વે કરશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડિજિટલ સર્વે માટે કૃષિ વિભાગના એકાઉન્ટન્ટ અને ટેક્નિકલ આસિસ્ટન્ટ વર્ગ C ની પસંદગી કરીને તાલીમ આપવામાં આવી રહી છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે જિલ્લાની દસ ગ્રામ પંચાયતોમાં તેનો અમલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતો માટે એમએસપી પર તેમની ઉપજ વેચવામાં સરળતા રહેશે. મોબાઈલ એપ AgriStack દ્વારા સર્વે કરવામાં આવશે. આ એપ ખેતરમાં પહોંચ્યા પછી જ કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here