UP: 24 ગામોમાં શેરડીનો પાક નાશ જવાનો ખતરો વધ્યો

ફરુખાબાદઃ ગંગાપરમાં 25 દિવસ બાદ પૂર પ્રભાવિત વિસ્તારના લોકોની મુશ્કેલી વધી છે. 24 જેટલા ગામોના ખેડૂતોનો શેરડીનો પાક વિનાશની સ્થિતિમાં છે. પશુઓ માટે ઘાસચારાની કટોકટી સર્જાઈ છે. લોકોને ઘાસચારા માટે વીસથી ત્રીસ કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. નીચાણવાળા વિસ્તારના 60 ગામોમાં પૂરના પાણી ભરાયા છે. 40 થી વધુ ગામોના લોકોને બોટ પર આધાર રાખવો પડે છે.

લાઈવ હિન્દુસ્તાનમાં છપાયેલા અહેવાલ મુજબ, સ્થાનિક લોકોના મતે આ વર્ષનું પૂર લાંબુ રહ્યું છે. ગંગાપર વિસ્તારમાં ડઝનબંધ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. દાંડીપુરનો રસ્તો કપાઈ ગયો છે. જેથી લોકોને લાંબા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે. ભરખા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા છે. સલેમપુર રોડ પર સમસ્યા છે. રાજેપુર ચોકડી પાસે પાણી છે.

શમસાબાદ વિભાગના રુપુર મંગલીપુર, કટરી તૌફિકપુર, અમંચીપુર, બિરીયાદાદે, ધાઈઘાટ ચિતર, તરાઈ, કામથારી ગામો પાણી ભરાઈ ગયા છે. સમેચીપુર ચિતારના પશ્ચિમ વિસ્તારમાં પાણી ફેલાવા લાગ્યા છે. પૈલાની દક્ષિણમાં પણ પાકને નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. અમૃતપુર વિભાગના 24 ગામોમાં શેરડીની ખેતી પૂરના પાણી હેઠળ છે. આ શેરડી સંપૂર્ણપણે બગડી જવાથી ખેડૂતો ચિંતિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here