18 કરોડના ખર્ચે પુરનપુર મિલનો થશે કાયાકલ્પ

ખેડૂત સહકારી ખાંડ મિલ્ક પુરનપુરના સારા દિવસો ફરી આવી રહ્યા છે. વિધાનસભામાં ઉઠાવેલા એક મુદ્દામાં આ મિલની કાર્યક્ષમતામાં સુધાર લાવવા માટે ટેકનિકલ અપગ્રેડ કરવાની સાથે સાથે આધુનિકરણના કાર્ય માટે 2023 24 ના વર્ષ માટે 18 કરોડ રૂપિયાની ધનરાશિને મંજૂરી આપવામાં આવી છે. પૂરનપુર સહકારી ખાંડ મિલની સ્થાપના 1984 85 માં પૂર્વ મંત્રી ડોક્ટર વિનોદ તિવારીના પ્રયાસોથી થઈ હતી. એ સમયે આ ખાંડ મિલથી આ ક્ષેત્રના લોકોને રોજગારી મળી હતી અને વિકાસના દ્વાર ખુલ્યા હતા. આ મિલ શરૂ થતા આ વિસ્તારના ખેડૂતોએ શેરડીનું વાવેતર અને ઉત્પાદન મોટા પ્રમાણમાં શરૂ કર્યું હતું. એ સમયે મિલની પીલાણ ક્ષમતા પ્રતિદિન 25,000 ક્વિન્ટલ હતી. પરંતુ અવ્યવસ્થા અને ખરાબ સંચાલનને કારણે ક્ષમતા ઘટતી ગઈ અને મિલનો પ્લાન્ટ પણ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હતો. ખેડૂત નેતા મંજીત સિંહના કહેવા મુજબ સહકારી ખાંડ મિલ આ ક્ષેત્રનો એક નાનો ઉદ્યોગ સમાન હતી. પણ હાલ મિલની હાલત બહુ જ ખરાબ છે. વારંવાર ફોલ્ટ અને પ્રશ્નો સર્જાતા રહેતા હોય છે. જેથી ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મિલના વિસ્તરીકરણની માંગ ઘણા સમયથી કરવામાં આવી હતી.

ખેડૂતોને લગતી આ મિલ સંબંધિત સમસ્યા 22 ફેબ્રુઆરી 2023 ના દિવસે વિધાનસભામાં ધારાસભ્ય બાબુરામ પાસવાને રાખી હતી. તેમની માંગ પર સરકારે પોઝિટિવ વલણ અપનાવીને મિલની કાર્યક્ષમતાને સુધારીને વધારે સંબંધિત કાર્યો માટે 18 કરોડ રૂપિયાની અનુદાન સ્વીકૃત કર્યું છે. પાસવાને જણાવ્યું હતું કે આ વિસ્તારની અન્ય સમસ્યાઓ પણ ઉઠાવવામાં આવી હતી હવે આ મિલ માટે 18 કરોડ ફાળવવાની જાહેરાત સચિવ રાહુલ પાંડે દ્વારા પત્ર પાઠવીને કરવામાં આવી છે અને તેને સ્વીકૃતિ મળી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here