રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટીએ તેની ઓક્ટોબરની સમીક્ષા બેઠકમાં સર્વાનુમતે પોલિસી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો, આમ સતત ચોથી વખત યથા સ્થિતિ જાળવી રાખવામાં આવી હતી.
શુક્રવારે સવારે પોલિસી સ્ટેટમેન્ટ પર ચર્ચા કરતા, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મધ્યસ્થ બેન્ક ચિંતિત છે અને તેણે ઉચ્ચ ફુગાવાને મેક્રોઇકોનોમિક સ્થિરતા અને ટકાઉ વૃદ્ધિ માટેના મુખ્ય જોખમ તરીકે ઓળખી છે.
આરબીઆઈની ત્રણ-દિવસીય દ્વિ-માસિક મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) મિટિંગ બુધવારે શરૂ થઈ હતી, જેમાં નાણાકીય બજારના સહભાગીઓ પરિણામ અને નવા સંકેતો માટે કેન્દ્રીય બેંકના નીતિ વલણને નજીકથી જોઈ રહ્યા હતા.
આરબીઆઈ સામાન્ય રીતે નાણાકીય વર્ષમાં છ દ્વિ-માસિક બેઠકો યોજે છે, જ્યાં તે વ્યાજ દરો, નાણાં પુરવઠા, ફુગાવાના દૃષ્ટિકોણ અને વિવિધ મેક્રો ઈકોનોમિક સૂચકાંકો પર ચર્ચા કરે છે.