શેરડીના ખેડૂતોને તેમનીજ ઉપજના પુરા દામ પણ મળતા નથી:પ્રિયંકા ગાંધી

ઉત્તર પ્રદેશના કૉંગ્રેસના નેતા અને એઆઈસીસીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શેરડીના ખેડૂતોની દુર્દશાને અવગણવા બદલ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર કુમારી સેલ્જાના સમર્થનમાં અંબાલા ખાતે જાહેર રેલીને સંબોધતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, ‘શેરડીના ખેડૂતોને એરીયરની મોટી રકમ ચુકવવાની બાકી છે, અને તેમના ઉત્પાદન માટે યોગ્ય ભાવ પણ પ્રાપ્તથતા નથી.’ પરંતુ જ્યારે પણ ભાજપના નેતાઓ ઝુંબેશ ચલાવવા જાય છે ત્યારે તેઓ આ મુદ્દાઓને ક્યારેય ધ્યાનમાં લેતા નથી.
તેઓ તમને એ જણાવતા નથી કે તેમની સરકારે જે વચનો લોકોને આપ્યા હતા તે કેમ પુરા થયા નથી તેના બદલે તેઓ અન્ય વિષયોની વાત કરે છે – ક્યારેક તેઓ શહીદોના નામે મત મેળવે છે જ્યારે ક્યારેક તેઓ મારા પરિવારમાં શહીદનો અપમાન કરે છે. પરંતુ લોકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ વિશે તેઓ ક્યારેય વાત કરતા નથી. ”

તેમણે પી.એમ. પર ખેડૂતો અને ગરીબોના હિતોને ધ્યાન આપતા ન હોવાનો આરોપ મૂક્યો અને કહ્યું, “મધ્યપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને તમામ રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા જેથી વડા પ્રધાન તેમની ફરિયાદો સાંભળી શકે. પરંતુ તેમણે આ ખેડૂતોને સાંભળવા માટે પાંચ મિનિટનો સમય આપ્યો નહીં. અને તેમની સમસ્યાઓસમજી નહિ તમે બધાએ તમારા રાજ્યમાં કેવી રીતે ખેડૂતો પીડાય છે તે જોયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here