અત્યાર સુધીમાં ચાલુ રવિ સિઝનમાં (શિયાળુ વાવણી) ઘઉંની વાવણી હેઠળનો વિસ્તાર પાંચ ટકા ઘટીને 86.02 લાખ હેક્ટર થયો છે. કૃષિ મંત્રાલયના ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં ઘઉંનો વાવેતર વિસ્તાર 91.02 લાખ હેક્ટર હતો.
મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 91.02 લાખ હેક્ટરની સરખામણીએ આ વખતે લગભગ 86.02 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આમ, ગયા વર્ષની સરખામણીએ 5.01 લાખ હેક્ટર ઓછા વિસ્તારમાં વાવણી થઈ છે.
અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ (3.87 લાખ હેક્ટર), પંજાબ (2.28 લાખ હેક્ટર), હરિયાણા (2.14 લાખ હેક્ટર) અને ગુજરાતમાં (0.71 લાખ હેક્ટર) ઘઉંનું વાવેતર ઓછું છે. ઘઉંનો ઉચ્ચ વાવણી વિસ્તાર મુખ્યત્વે મધ્ય પ્રદેશ (3.44 લાખ હેક્ટર) અને રાજસ્થાન (0.68 લાખ હેક્ટર)માં નોંધાયો છે. સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ઉપરાંત, તે ઘરેલું પુરવઠો વધારવા અને ઘઉં અને લોટ (ઘઉંનો લોટ) ના છૂટક ભાવોને નિયંત્રિત કરવા માટે તેના બફર સ્ટોક માંથી ઘઉંને ખુલ્લા બજારમાં ઉતારી રહ્યું છે.
માહિતી અનુસાર, ચાલુ રવી સિઝનમાં 17 નવેમ્બર સુધી ડાંગરનું વાવેતર 8.05 લાખ હેક્ટરની સરખામણીએ 7.65 લાખ હેક્ટર ઓછું છે, જ્યારે 69.37 લાખ હેક્ટરની સરખામણીએ આ વખતે કઠોળનું વાવેતર 65.16 લાખ હેક્ટર છે.
જો કે, 15.85 લાખ હેક્ટરની સરખામણીએ બરછટ અનાજનો વિસ્તાર વધુ એટલે કે 18.03 લાખ હેક્ટર છે. બિન-ખાદ્ય અનાજ શ્રેણીમાં, તેલીબિયાંના વાવેતર હેઠળનો વિસ્તાર 73.17 લાખ હેક્ટરથી ઘટીને 71.74 લાખ હેક્ટર થયો છે.
સરસવ/રેપસીડનો વિસ્તાર 69.31 લાખ હેક્ટરની સરખામણીએ ઘટીને 68.55 લાખ હેક્ટર થયો છે. 17 નવેમ્બર સુધીમાં તમામ રવિ પાકો હેઠળ વાવેતર હેઠળનો કુલ વિસ્તાર ત્રણ ટકા ઘટીને 248.59 લાખ હેક્ટર થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 257.46 લાખ હેક્ટર હતો.