પાંચ વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપે ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવ્યા બાદ 2024 ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ હેટ્રિક લગાવે તેવી સંભાવના વચ્ચે આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. દિગ્ગજ કંપનીના શેરોની સાથે સાથે સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી.
સેન્સેક્સ 1,383.93 પોઈન્ટ વધીને 68,865.12 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 418.90 પોઈન્ટ વધીને 20,686.80 પર બંધ થયો.
બેન્ક નિફ્ટીમાં પણ ભારે તેજી જોવા મળી હતી અને એક જ દિવસમાં 1600 પોઇન્ટની છલાંગ લગાવી હતી.
પાછલી સિઝનમાં, સેન્સેક્સ 492.75 પોઇન્ટ વધીને 67,481.19 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 134.75 પોઇન્ટ વધીને 20,267.90 પર બંધ થયો હતો.
આઇશર મોટર્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સ, બીપીસીએલ અને આઇસીઆઇસીઆઇ બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ નફાકારક હતા, જ્યારે એચડીએફસી લાઇફ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, સન ફાર્મા અને ટાઇટન કંપની ગુમાવનાર સ્ક્રીપ્ટમાં સામેલ હતા.