હવે ભારત બ્રાન્ડના ચોખા ઓછા ભાવે મળશે, મોદી સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે

2024માં મોદી સરકાર સામાન્ય માણસને મોંઘવારી માંથી રાહત આપવા માટે ઓછા દરે ચોખા આપવાનું આયોજન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાચાર છે કે સરકાર હવે ભારત ચોખાને ‘ભારત’ બ્રાન્ડ હેઠળ લાવવા જઈ રહી છે, જેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 6 નવેમ્બરે દિલ્હીમાં ભારત અટ્ટા લોન્ચ કર્યા હતા. લોકો આ લોટ નાફેડ, એનસીસીએફ, સફલ, મધર ડેરી અને અન્ય સહકારી સંસ્થાઓ માંથી 10 અને 30 કિલોના પેકમાં ખરીદી શકે છે. સરકારે લગભગ 2000 રિટેલ આઉટલેટ્સ પર ભારત અટ્ટા ઉપલબ્ધ કરાવ્યા હતા. આ માટે સરકારી એજન્સીઓને 2.5 લાખ મેટ્રિક ટન ઘઉં આપવામાં આવ્યા હતા.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત સરકાર NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા), NCCF (નેશનલ કો ઓપરેટીવ કન્ઝ્યુમર્સ ફેડરેશન) અને કેન્દ્રીય ભંડાર દ્વારા ‘ભારત રાઇસ’ બ્રાન્ડનું વેચાણ કરશે.

ભારત સરકારે અગાઉ ચોખાના ભાવ વધવા અંગે ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે નોન-બાસમતી ચોખાની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, જ્યારે સરકાર તેને લગભગ 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપારીઓને ઉપલબ્ધ કરાવી રહી છે. સરકારે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લીધો હતો.

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. ઓગસ્ટથી મોંઘવારી દર ઘટી રહ્યો છે. તે સમયે તે 6.83 ટકા હતો. ગયા વર્ષે આ જ મહિનામાં રિટેલ ફુગાવો 5.88 ટકાના સ્તરે હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here