લોકસભા ચૂંટણી 2019માં ભારે બહુમત સાથે જીત બાદ વડાપ્રધાન નેરન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળ માટે ગુરૂવારના નવા મંત્રીમંડળની સાથે શપથ લેશે. આ વચ્ચે આ વાતનું રહસ્ય બન્યું છે કે, ચાર મુખ્ય ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો ચાર્જ કોને સોંપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી કેબિનેટમાં સહયોગી દળના કેટલાક નેતાઓને મંત્રી બનાવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાં શિવસેના અને JDUમાંથી 2-2 મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે અકાળી દળ અને લોક જનશક્તિ પાર્ટીમાંથી 1-1 મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવનાઓ છે. જો કે, AIADMKમાંથી પણ એક મંત્રી બનાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 68 વર્ષીય મોદી અને તેમના મંત્રીમંડળના સહયોગીઓને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેવડાવશે. આ સમયે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત મુખ્ય વિપક્ષના નેતા, ઉદ્યોગ જગતના દિગ્ગજ, ફિલ્મ સ્ટાર્સ, વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રી અને બિમસ્ટેકના સભ્ય દેશોના નેતા હાજર રહેશે.
આ વચ્ચે મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે એક લાંબી બેઠક કરી હતી. જેને લઇ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠક દરમિયાન બંને નેતાઓએ નવા મંત્રીમંડળની વ્યાપક રૂપરેખા નક્કી કરી લીધી છે. આશા કરવામાં આવી રહી છે કે, નવા મંત્રીમંડળમાં મોટાભાગના વરિષ્ઠ નેતાઓને યથાવત રાખવામાં આવશે. આ ઉપરાંત કેટલાક નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવશે.
જો કે, આ વાતને લઇને હુજ અટકળો ચાલી રહી છે કે, શાહ નવી સરકારનો ભાગ બની શકે છે અને તેમને એક મુખ્ય ચાર્જ સોંપવામાં આવી શકે છે. ભાજપની વ્યૂહરચના બનાવવાનો શ્રેય અમિક શાહને આપવામાં આવે છે. જોકે, તેમણે કેન્દ્રમાં મંત્રી પદ આપવાના સંબંધમાં હજુ કોઇ સ્પષ્ટતા કરી નથી. ત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે, શાહ ભાજપ અધ્યક્ષ જ રહેશે. કેમ કે, આગામી એક વર્ષમાં કેટલાક મુખ્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, અગાઉના કેબિનેટના મોટા ભાગના અગ્રણી સભ્યોને જાળવી રાખવામાં આવે છે.
આ પેહેલા અમિત શાહે બિહારના મુખ્ય મિટિંગ કરી હતી અને 30 મિનિટ લાંબી મિટિંગ ચાલી હતી તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ સાથે પણ વાત થઇ છે અને મિલિન્દ દેવરાને હરાવનાર અરવિંદ સાવંતને મંત્રી બનાવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
બીજી બાજુ ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ વડા પ્રધાન મોદીને મળ્યા હતા.દરમિયાન અરુણ જેટલીની તબિયત સારી ન હોવાને કારણે મંત્રી ન બનાવા માટેની રિકવેસ્ટ મોકલી ચુક્યા છે ત્યારે વડા પ્રધાન ખુદ તેમની ખબર અંતર કાઢવા તેમના નિવાસસ્થાને ગયા હતા
વરિષ્ઠ નેતા જેવા રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકરને તેમના સ્થાન પર યથાવત રાખવાની આશા છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઇરાનીને એક મહત્વનો ચાર્જ મળવાની આશા છે.
શપથ ગ્રહણના એક દિવસ પહેલા નાણામંત્રી અરૂણ જેટલીએ મોદીને પત્ર લખી કહ્યું કે, તેઓ નબળા સ્વાસ્થ્યના કારણે નવી સરકારમાં મંત્રી પદથી દૂર રહેવા માગે છે. એવા સંકેતો છે કે નવી કેબિનેટમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણા જેવા રાજ્યોમાં ભાજપની વધતી જતી શક્તિ પ્રતિબિંબિત થઈ શકે છે.