ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. આની વચ્ચે ભારતીય મોસમ વિભાગે પણ પૂર્વ અનુમાન જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે પૂર્વ અને દક્ષિણ પ્રાંતમાં 30 એપ્રિલ સુધી ભારે ગરમીને જોવા મળશે. હવામાન ખાતાના અનુસાર પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ અને ઓરિસ્સાના કેટલાક જિલ્લાઓમાં ચાર દિવસ સુધી ગરમી નો પારો વધવાની શક્યતા છે. ઉપરાંત બિહાર ઝારખંડ તેલંગણા રાયતસીમા કર્ણાટક તમિલનાડુ પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં પણ ગરમી અને લૂ જોવા મળી શકે છે. પૂર્વ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ, ગોવા અને તેલંગણા માં પણ હીટ વેવ ની શક્યતા જોવાઇ રહી છે.
ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ વરસાદ અને તેજ પવનને કારણે મોસમમાં થોડો બદલાવ આવી શકે છે. જોકે કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમી અને હીટ વેવ થી લોકોને પરિચિત થવું પડશે. મોસમ વિભાગ કહે છે કે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને મધ્યપ્રદેશ માં વીજળીના ચમકારા જોવા મળી શકે છે, તોફાન પણ આવી શકે છે અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.
દિલ્હીમાં શુક્રવારે ગરમીનો પારો 41 ડિગ્રી જોવા મળ્યો હતો. જેને કારણે લોકો ને લુ ઝરતી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. મોસમ વિભાગ એ જણાવ્યું હતું કે 27 એપ્રિલ દિલ્હીમાં વરસાદ પડવાની શક્યતા પણ છે. 28 એપ્રિલ દિલ્હીમાં તાપમાન વધી શકે છે જ્યારે 29 એપ્રિલના રોજ તાપમાન 40 ડિગ્રી પાર થઈ શકે છે.
મોસમ વિભાગે 27 થી 29 એપ્રિલ સુધી મહારાષ્ટ્રના થાણા રાયગઢ જિલ્લા અને મુંબઈના કેટલાક હિસ્સામાં પણ એલર્ટ જાહેર કર્યું છે. 27 અને 28 એપ્રિલ તાપમાનમાં વધારો થઈ શકે છે. 25 એપ્રિલે મહારાષ્ટ્રના જલગાવમાં 42.7 ડીગ્રી નોંધાઈ હતી. જે આ વિસ્તારમાં સૌથી વધારે તાપમાન જોવા મળ્યું હતું. પંજાબ હરિયાણા રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આજે 27 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને તે જ હવા જોવા મળી શકે મધ્યપ્રદેશ મધ્ય ગુજરાત દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને પૂર્વ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં નાની મોટી વરસાદ થઈ શકે છે