ઘઉંના બજાર ભાવ પર નજર રાખી રહી છે કેન્દ્ર સરકાર

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળનો ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ ઘઉંના બજાર ભાવ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત, અપ્રમાણિક તત્વો દ્વારા કોઈ સંગ્રહખોરી ન થાય અને ભાવ સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી મુજબ યોગ્ય હસ્તક્ષેપ હાથ ધરવામાં આવશે.

આરએમએસ 2024 દરમિયાન, વિભાગે 112 મિલિયન મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન નોંધાવ્યું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) એ આરએમએસ 2024 દરમિયાન 11.06.2024 સુધીમાં આશરે 266 એલએમટી ઘઉંની ખરીદી કરી છે. જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ કે જે અંદાજે 184 એલએમટી છે, તેની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી, જ્યારે પણ જરૂર પડશે ત્યારે બજારમાં હસ્તક્ષેપ હાથ ધરવા માટે ઘઉંનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થશે.

બફર સ્ટોકિંગના ધોરણો વર્ષના દરેક ત્રિમાસિક ગાળા માટે બદલાય છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ, ઘઉંનો જથ્થો 138 એલએમટીના નિર્ધારિત બફર ધોરણની સામે 163.53 એલએમટી હતો. ઘઉંનો સ્ટોક કોઈ પણ સમયે ત્રિમાસિક બફર સ્ટોકના ધોરણોથી નીચે ગયો નથી. આ ઉપરાંત હાલ ઘઉંની આયાત પર ડયૂટી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની કોઇ દરખાસ્ત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here