શુગર મિલમાં SDMનો દરોડો, ગેરકાયદેસર રેતીનો સંગ્રહ ઝડપાયો

લખીમપુર ખેરી: ગોવિંદ શુગર મિલમાં SDM દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ગેરકાયદેસર રેતીનો સંગ્રહ ઝડપાયો. આ દરોડા બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે, જિલ્લાના ધૌરહરા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન થઈ રહી હોવાની ફરિયાદોને ધ્યાનમાં લઈને એસડીએમ રાજેશ કુમારે ખાણ અધિકારી સાથે બુધવારે ગોવિંદ શુગર મિલમાં દરોડા પાડ્યા હતા. સુગર મિલ પરિસરમાં 657 ઘન મીટરનો ગેરકાયદેસર રેતીનો સંગ્રહ ઝડપાયો હતો. જેના પર એસડીએમ રાજેશ કુમારે જિલ્લા મેજિસ્ટ્રેટની સાથે ખનન વિભાગને રિપોર્ટ સોંપ્યો હતો.

‘અમર ઉજાલા’માં છપાયેલા સમાચાર મુજબ, ગોવિંદ શુગર મિલમાં જુવારી ગ્રુપ દ્વારા ડિસ્ટિલરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં કોન્ટ્રાક્ટર રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરી શુગર મિલ પરિસરમાં જ સંગ્રહ કરી રહ્યો હતો. ગ્રામજનોએ આ અંગે એસડીએમ ધૌરહરા રાજેશ કુમારને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે, એસડીએમએ ખાણ ખનન અધિકારી સાથે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર ખનન પછી સંગ્રહ કરવામાં આવતી રેતી પકડી હતી. SDMએ ગેરકાયદે ખનન કરી રહેલા એરા ગામના રહેવાસી શિવપાલ ગૌતમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here