પ્રધાનમંત્રી મોદીએ કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“નેપાળના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ @kpsharmaoli ને અભિનંદન. આપણાં બંને દેશો વચ્ચેના મિત્રતાના ઊંડા બંધનોને વધુ મજબૂત કરવા અને આપણાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણાં પરસ્પર લાભદાયી સહકારને વધુ વિસ્તૃત કરવા માટે હળીમળીને કામ કરવા માટે આતુર છીએ. @PM_nepal_”

(Source: PIB)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here