કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાક (માત્ર ખરીફ)નો પ્રથમ આગોતરો અંદાજ જાહેર કર્યો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે વર્ષ 2024-25 માટે મુખ્ય કૃષિ પાકો (ખરીફ માત્ર)ના ઉત્પાદનનો પ્રથમ આગોતરો અંદાજ જાહેર કર્યો છે. આ અંદાજો મુખ્યત્વે રાજ્યો પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યો પાસેથી પ્રાપ્ત પાકના વિસ્તારને રિમોટ સેન્સિંગ, વીકલી ક્રોપ વેધર વોચ ગ્રૂપ અને અન્ય એજન્સીઓ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી સાથે માન્યતા આપવામાં આવી છે અને તેને ત્રિકોણીય બનાવવામાં આવ્યો છે. વધુમાં, ડીએએન્ડએફડબ્લ્યુએ ઉદ્યોગ અને અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશનની પહેલ કરી હતી, જેથી વર્તમાન ખરીફ સિઝન માટે તેમના અભિપ્રાયો, મંતવ્યો અને લાગણીઓ પ્રાપ્ત કરી શકાય. અંદાજોને આખરી ઓપ આપતી વખતે આ અંગે પણ વિચારણા કરવામાં આવી છે.

રાજ્ય સરકારોના સહયોગથી ડિજિટલ કૃષિ મિશન હેઠળ હાથ ધરવામાં આવેલા ડિજિટલ ક્રોપ સર્વે (ડીસીએસ)ના ડેટાનો સૌપ્રથમ વખત એરિયા એસ્ટિમેટ તૈયાર કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. મેન્યુઅલ ગિરદાવરી સિસ્ટમને બદલવાની કલ્પના કરવામાં આવેલી આ મોજણી એ પાકના મજબૂત ક્ષેત્રના અંદાજ પર પહોંચવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ડીસીએસ આધારિત પાક વિસ્તાર ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઓડિશા રાજ્યો માટે આકલન કરવામાં આવ્યું છે, જેમાં ખરીફ 2024માં 100 ટકા જિલ્લાઓને ડીસીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આનાથી ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ચોખા હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે.

ફર્સ્ટ એડવાન્સના અંદાજ મુજબ વર્ષ 2024-25 માટે ખરીફ અનાજનું કુલ ઉત્પાદન 1647.05 લાખ મેટ્રિક ટન (એલએમટી) થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષના ખરીફ અનાજ ઉત્પાદનની સરખામણીએ 89.37 એલએમટી વધારે છે અને સરેરાશ ખરીફ અનાજ ઉત્પાદન કરતાં 124.59 એલએમટી વધારે છે. ચોખા, જુવાર અને મકાઈના સારા ઉત્પાદનને કારણે અનાજના ઉત્પાદનમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો.

વર્ષ 2024-25 દરમિયાન ખરીફ ચોખાનું કુલ ઉત્પાદન 1199.34 એલએમટી થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ખરીફ ચોખાના ઉત્પાદનની સરખામણીએ 66.75 એલએમટી વધારે છે અને સરેરાશ ખરીફ ચોખાના ઉત્પાદન કરતાં 114.83 એલએમટી વધારે છે. ખરીફ મકાઈનું ઉત્પાદન અંદાજે 245.41 એલએમટી અને ખરીફ ન્યુટ્રી/બરછટ અનાજનું ઉત્પાદન 378.18 એલએમટી હોવાનો અંદાજ છે. આ ઉપરાંત વર્ષ 2024-25 દરમિયાન કુલ ખરીફ કઠોળનું ઉત્પાદન 69.54 એલએમટી થવાનો અંદાજ છે.

વર્ષ 2024-25 દરમિયાન દેશમાં ખરીફ તેલીબિયાંનું કુલ ઉત્પાદન 257.45 એલએમટી હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના કુલ ખરીફ તેલીબિયાંના ઉત્પાદનની સરખામણીએ 15.83 એલએમટી વધારે છે. વર્ષ 2024-25 માટે ખરીફ મગફળીનું ઉત્પાદન 103.60 એલએમટી અને સોયાબીનનું ઉત્પાદન 133.60 એલએમટી હોવાનો અંદાજ છે.

2024-25 દરમિયાન દેશમાં શેરડીનું ઉત્પાદન 4399.30 લાખ ટન રહેવાનું અનુમાન છે. કપાસનું ઉત્પાદન ૨૯૯.૨૬ લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિલો)નું થવાનો અંદાજ છે. જૂટ અને મેસ્ટાનું ઉત્પાદન 84.56 લાખ ગાંસડી (પ્રત્યેક 180 કિલો)નું હોવાનો અંદાજ છે.

વિવિધ પાકોના ઉત્પાદનની વિગતો નીચે મુજબ છે:

કુલ ખરીફ અનાજ – 1647.05 એલએમટી (રેકોર્ડ)

ચોખા – 1199.34 એલએમટી (રેકોર્ડ)
મકાઈ – 245.41 એલએમટી (રેકોર્ડ)
ન્યુટ્રી / બરછટ અનાજ – 378.18 એલએમટી
કુલ કઠોળ – 69.54 એલએમટી
તુવેર – 35.02 એલએમટી
અડાદ – 12.09 એલએમટી
મગ – 13.83 એલએમટી
કુલ તેલીબિયાં-૨૫૭.૪૫ એલએમટી

મગફળી – 103.60 એલએમટી
સોયાબીન – ૧૩૩.૬૦ એલએમટી
શેરડી – 4399.30 એલએમટી

કોટન – 299.26 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિગ્રા)

જૂટ અને મેસ્ટા – 84.56 લાખ ગાંસડી (પ્રત્યેક 180 કિગ્રા)

પાકની ઉપજના અંદાજો મુખ્યત્વે વલણ/સામાન્ય ઉપજ પર આધારિત હોય છે, જેની સાથે અન્ય જમીની સ્તરના ઇનપુટ્સ અને અપેક્ષાઓ પણ હોય છે. આ ઉપજમાં લણણીના સમય દરમિયાન ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટ્સ (સીસીઈ)ના સંચાલન દ્વારા નક્કી કરવામાં આવેલી વાસ્તવિક ઉપજની પ્રાપ્તિના આધારે સુધારો કરવામાં આવશે, જે બદલામાં પછીના ઉત્પાદન અંદાજોમાં પ્રતિબિંબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here