શેર બજારમાં ગઈકાલે શાનદાર તેજી બાદ આજે ભારતીય શેર બજારમાં ફરી કડાકો બોલી ગયો હતો. શરૂઆતી માર્કેટમાં જ વેચવાલીનો દોર ઉપર રહ્યો હતો અને સેન્સેક્સ અને નિફટી નીચે સરકી ગયા હતા.
આ સાથે બેંક નિફ્ટી આજે 448 પોઈન્ટના ઘટાડા સાથે 51870.15 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. બજાર ખૂલ્યાની 10 મિનિટ બાદ બેન્ક નિફ્ટી 104.60 પોઈન્ટ ઘટીને 52,212ના સ્તરે પહોંચી ગયો હતો. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 5 તેજીની ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે અને 7 શેર નબળાઈના લાલ સંકેત સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સના 30માંથી 7 શેરમાં વધારો અને 23 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતા શેરોમાં ટાટા સ્ટીલ અને ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. ઉપર જે શેર છે તેમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, એસબીઆઈ, એચસીએલ ટેકના નામ સામેલ છે. ઘટતા શેરોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સના શેરમાં નબળાઈ જોવા મળી રહી છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 14માં વધારો જોવા મળી રહ્યો છે અને 36 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એપોલો હોસ્પિટલ, ટાટા સ્ટીલ, ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રો ટોપ ગેનર્સમાં સામેલ છે. ઘટતા શેરોમાં હિન્દાલ્કો, અદાણી એન્ટરપ્રાઈઝ, પાવર ગ્રીડ, બીપીસીએલ અને બીઈએલના નામ સામેલ છે.
સવારે 10: 50ના સમયે સેન્સેક્સ 870 પોઇન્ટ ઘટીને 79559 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 268 પોઇન્ટ ઘટીને 24214 પાર ટ્રેડ કરી રહી છે. આ સાથે બેન્ક નિફટી 448 પોઇન્ટ ઘટી છે.