થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં મહાયુતી સરકારે ભારે બહુમત હાંસલ કર્યા બાદ આજે મુંબઈના આઝાદ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા.
દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યપ્રધાન તેમજ અજિત પવારે પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા મુંબઈના આઝાદ મેદાન ખાતે યોજાયેલી આ શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમત્રી અમિત શાહ, માર્ગ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુંબઈના મુકેશ અંબાણી સહિતના અનેક ઉદ્યોગપતિઓ ની સાથે સાથે સલમાન ખાન શાહરુખ ખાન સહિતના અનેક ફિલ્મ વિશે જણાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય નેતા તરીકે ના નામની જાહેરાત કરનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ડાયસ ઉપર ઉપસ્થિત રહ્યા હતા.