ગૌતમ અદાણીનું અદાણી જૂથ રાજસ્થાનમાં વિવિધ ક્ષેત્રોમાં આગામી રૂ. 7.5 લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મેનેજિંગ ડિરેક્ટર ગુજરાતી બિઝનેસમેન કરણ અદાણીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં જૂથની આ રોકાણ યોજનાની જાહેરાત કરી છે.
જયપુર રાઇઝિંગ રાજસ્થાન સમિટ, જે સોમવાર 9 ડિસેમ્બર 2024ના રોજ જયપુરમાં શરૂ થઈ હતી, તે 11 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. સમિટમાં તેમના સંબોધનમાં રાજસ્થાનમાં રોકાણ યોજનાની રૂપરેખા રજૂ કરતી વખતે, કરણ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી જૂથ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7.5 લાખ કરોડનું રોકાણ કરશે, જેમાંથી 50 ટકા એટલે કે રૂ. 3.75 લાખ કરોડનું રોકાણ આગામી 5 વર્ષમાં જ કરવામાં આવશે.
કરણ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રૂપ વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવશે જેમાં 100 GW રિન્યુએબલ એનર્જી, 2 મિલિયન ટન હાઇડ્રોજન અને 1.8 GW પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, આ રોકાણો રાજસ્થાનને ગ્રીન જોબ્સનું રણભૂમિ બનાવવામાં મદદ કરશે.
4 નવા સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત
સમિટને સંબોધતા કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ઉર્જા ઉપરાંત, રાજસ્થાનમાં સૌથી મોટી સિમેન્ટ કંપની બનવાના અદાણી જૂથના લક્ષ્ય માટે મહત્વપૂર્ણ છે. આ જૂથ રાજ્યમાં દર વર્ષે 6 મિલિયન ટનની વધારાની ક્ષમતા સાથે ચાર નવા સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપ રાજસ્થાનમાં વધુ રોકાણ કરવાની યોજના ધરાવે છે. ગ્રૂપ જયપુર એરપોર્ટ પર વર્લ્ડ ક્લાસ ફેસિલિટી બનાવવા જઈ રહ્યું છે જેમાં મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક અને ICDનો સમાવેશ થાય છે જે રાજ્યની પરિવર્તન યોજનાને ટેકો આપશે.