શણના ખેડૂતોને લાભ આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલામાં, કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26 માર્કેટિંગ સીઝન માટે કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલને મંજૂરી આપી છે. આ 2024-25 સીઝનના MSP કરતાં 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો દર્શાવે છે.
નવી MSP અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ કરતાં 66.8 % વળતર સુનિશ્ચિત કરે છે.
સરકારે કાચા શણના MSP 2014-15 માં 2400 પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2025-26 માં5,650 પ્રતિ ક્વિન્ટલ કર્યો છે, જે 2.35 ગણો વધારો દર્શાવે છે.
આ ભાવ સુધારાથી શણ ઉદ્યોગ પર સકારાત્મક અસર થવાની અપેક્ષા છે, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં, જે સૌથી મોટું શણ ઉત્પાદક રાજ્ય છે, ખેડૂતોને તેમના પાક માટે વધુ સારું વળતર મેળવવામાં મદદ મળશે.
2014-15 થી2024-25 ના સમયગાળા દરમિયાન શણ ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવેલી MSP રકમ રૂ.1300 કરોડ હતી જ્યારે 3005-05 થી 2013-14 ના સમયગાળા દરમિયાન, ચૂકવવામાં આવેલી રકમ રૂ. 441 કરોડ હતી.
40 લાખ ખેડૂત પરિવારોની આજીવિકા સીધી કે આડકતરી રીતે શણ ઉદ્યોગ પર નિર્ભર છે. લગભગ 4 લાખ કામદારોને શણ મિલોમાં સીધી રોજગાર મળે છે અને શણનો વેપાર થાય છે. ગયા વર્ષે 1 લાખ 70 હજાર ખેડૂતો પાસેથી શણ ખરીદવામાં આવ્યું હતું. 82 % શણ ખેડૂતો પશ્ચિમ બંગાળના છે જ્યારે બાકીના આસામ અને બિહારનો શણ ઉત્પાદનમાં 9% હિસ્સો છે.
જ્યુટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (JCI) ભાવ સહાય કામગીરી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે અને આવી કામગીરીમાં થયેલા નુકસાન, જો કોઈ હોય તો, કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે.
કાચા જ્યુટના ભાવમાં વધારા સાથે, ખાંડ ઉદ્યોગને પણ તેની અસર થવાની સંભાવના છે, કારણ કે તમામ ખાંડ ઉત્પાદકોએ તેમના કુલ ખાંડ ઉત્પાદનના 20% ફરજિયાત જ્યુટ પેકેજિંગ સંબંધિત નિર્દેશનું પાલન કરવું જરૂરી છે.