કેન્દ્રીય બજેટથી નિરાશા: સેન્સેક્સ, નિફ્ટી ડાઉન

બજેટની દરખાસ્તોની નિરાશાથી આજે ભારતીય શેરબજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું. યુએસના મજબૂત જોબ ડેટા બાદ
એશિયાના અન્ય બજારોની સાથે ભારતીય શેરબજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી અને સેન્સેક્સ 620 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફટીમાં પણ ગાબડાં પડ્યા હતા અને 730 પોઇન્ટ ઘટ્યો હતો.

બજેટમાં મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગની મર્યાદા વધારતી દરખાસ્તથી સ્થાનિક રોકાણકારોમાં નિરાશા જોવા મળી હતી. યુએસમાં જોબ ડેટામાં સુધારાથી આક્રમક રેટ કટની આશા પર પાણી ફરી વળ્યું હોવાનું જણાતા દલાલ સ્ટ્રીટમાં પણ અસર જોવા મળી હતી. વિદેશી ભંડોળનો પ્રવાહ પાછોં ખેંચાઈ જવાના ભયે એશિયાના અન્ય બજારોમાં પણ 2 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

અમેરિકન ડોલર સામે રૂપિયામાં નરમાઈ અને ક્રૂડના ભાવમાં ઉછાળાને કારણે પણ શેરબજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું.

આજે બપોરે 11:30 વાગ્યે BSE સેન્સેક્સ 627.05 પોઈન્ટ્સ ઘટીને 38897.34 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી 200.00 પોઈન્ટ્સ તૂટીને 11620.90 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

શુક્રવારે રજૂ થયેલા સામાન્ય બજેટમાં નાણાપ્રધાન નિર્મસા સિતારામને મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગની મર્યાદા 25 ટકાથી વધારીને 35 ટકા કરતાં તેમજ સરકારની શેર બાયબેક પર ટેક્સ લાદવાથી શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી.

સરકારે બજેટમાં ઈ-વ્હીકલ પરનો જીએસટી રેટ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરતાં તેમજ ઓટો પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં વધારાથી આજે ઓટો ઈન્ડેક્સ 2 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.

NSE પર હિરો મોટો કોર્પ અને મારુતિના શેર સૌથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. મારુતિનો શેર 3.36 ટકા ઘટીને એપ્રિલ 2017ના તળિયે આવી ગયો હતો જ્યારે હિરો મોટોકોર્પનો શેર પણ સપ્ટેમ્બર, 2015ની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

બજેટમાં ક્ન્ઝ્યુમરની ભારે અવગણનાથી શેરબજારમાં નિરાશા વ્યાપી હતી. પંજાબ નેશનલ બેન્કમાં નવું કૌભાડ બહાર આવ્યા બાદ આજે તેના શેર્સ 8.19 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. IIP તેમજ ઓટો વેચાણમાં ઘટાડો દેશમાં મંદીનો સ્પષ્ટ સંકેત આપે છે.

આજે આઈટી ઈનેડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. TCS 1.43 ટકા ઘટીને 5 સપ્તાહની તળિયે ટ્રેડ થઈ રહ્યો હતો. આ આઈટી કંપની મંગળવારે પ્રથમ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here