છેલ્લા ત્રણ દિવસથી શેરબજારની તેજી આજે પણ જોવા મળી હતી. આજે બજાર બંધ થયું ત્યરે સેન્સેક્સ 148 પોઇન્ટ એન્ડ નિફટી 22,900ને પાર કરવામાં હતી.
સેન્સેક્સ 148 પોઈન્ટ વધીને 75,449 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 73 પોઈન્ટ વધીને 22,907 પર બંધ થયો.
નિફ્ટીમાં શ્રીરામ ફાઇનાન્સ, એચડીએફસી લાઇફ, એપોલો હોસ્પિટલ્સ, ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ ટોચના વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્રા, ટીસીએસ, આઇટીસી, ઇન્ફોસિસ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ઘટ્યા હતા.
પાછલા સત્રમાં, સેન્સેક્સ 1,131.30 પોઈન્ટ વધીને 75,301.26 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 325.55 પોઈન્ટ વધીને 22,834.30 પર બંધ થયો હતો.
બુધવારે ભારતીય રૂપિયો ૧૨ પૈસા વધીને 86,44 પર બંધ થયો હતો, જે મંગળવારે અમેરિકન ડોલર સામે 86,56 હતો.