કર્ણાટકમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ- જેડીએસ સરકાર પર સંકટ છવાયો છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને જેડીએસના લગભગ 16 ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ 10 બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું ક, 10 ધારાસભ્યો કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમાર સાથે સાંજે 6 પેહેલા મુલાકાત કરે. તેઓ તેમને તેમના રાજીનામાં અંગે જાણકારી આપે. સુપ્રીમ કોર્ટ આ મામલે આવતીકાલે સુનાવણી કરશે.સુપ્રીમ કોર્ટે કર્ણાટકના ડીજીપીને આદેશ આપ્યો કે તેઓ બધા બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા પણ પૂરી પાડે.
કર્ણાટક મુદ્દા પર કોંગ્રેસે રાજ્યસભામાં હંગામો કરતા સદનથી વોકઆઉટ કરી દીધું. ગોવા અને કર્ણાટક મામલે ગુરૂવારે કોંગ્રેસે સંસદમાં પ્રદર્શન પણ કર્યું. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસના નેતાઓએ સંસદ સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું. તે દરમિયાન તેમના હાથમાં ‘લોકતંત્ર બચાઓ’ના પોસ્ટરો હતા.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, ધારાસભ્યો સ્પીકરને તેમના રાજીનામાંની જાણકારી આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સ્પીકર ત્યારબાદ રાજીનામાં પર નિર્ણય કરે.
કોંગ્રેસ-જેડીએસના બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે સુનાવણી કરી. તે દરમિયાન સુપ્રીમ કોર્ટે બધા બળવાખોર 10 ધારાસભ્યોને સાંજે 6 વાગે સ્પીકર સાથે મુલાકાત કરવાનો આદેશ આપ્યો છે.
અરજદારોએ એવી દલીલ કરી હતી કે મુખ્યમંત્રી લઘુમતીમાં છે અને આત્મવિશ્વાસ મત મેળવવાનો ઇનકાર કરે છે. અરજદારોએ બંધારણમાં આપેલા લોકશાહી સિદ્ધાંતોને સુરક્ષિત કરવા માટે તેમની અસાધારણ શક્તિઓને અમલમાં મૂકવાની માગ કરી હતી. અરજદારો કહે છે, વિધાનસભાના કોઈ પણ ચૂંટાયેલા સભ્યને તેમની અંતરાત્માનો અવાજ અથવા અન્ય આવશ્યક સંજોગોના આધારે તેમના સભ્ય પદ પરથી રાજીનામું આપવાનો હક છે. સદસ્યતામાંથી રાજીનામું મળે છે.
સુપ્રીમ કોર્ટ આજે કર્ણાટકના 10 બળવાખોર ધારાસભ્યની અરજી પર સુનાવણી કરશે. વકીલ મુકુલ રોહતગીના માધ્યમથી દાખલ અરજીમાં આ ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, વિધાનસભા અધ્યક્ષ તેમના બંધારણીય કર્તવ્યનું પાલન કરી રહ્યાં નથી અને તેઓ ઇરાદાપૂર્વક વિધાનસભાથી તેમના રાજીનામાંની સ્વીકૃતિમાં વિલંબ કરી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી કુમારસ્વામી ગુરૂવારના પદથી રાજીનામું આપી શકે છે. સાથે જ વિધાનસભા ભંગ કરવાની વિનંતિ પણ કરી શકે છે. આ પહેલા કુમારસ્વામી વિધાનસભામાં તેમની કેબિનેટની સાથે મહત્વની બેઠક પણ કરી શકે છે.
વિપક્ષી પાર્ટી ભાજપે રાજ્યપાલ વજુભાઇવાળાથી આગ્રહ કર્યો કે તેઓ એચડી કુમારસ્વામી સરકારને શક્તિ પરીક્ષણ કરવાનો આદેશ આપે. તો આ વચ્ચે કર્ણાટક કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો, એમટીબી નાગરાજ અને ડી સુધાકરએ બુધવારે રાજીનામું આપ્યું હતું.
બળવાખોર ધારાસભ્ય એસટી સોમ શેખર મુંબઇથી બેંગલુરુ પરત ફર્યા છે. પરંતુ એવું કહેવામાં આવે છે કે રાજીનામું આપવા અંગેના તેમના નિર્ણય પર તેઓ અખંડ રહ્યા છે. સોમ શેખર બેંગલુરુ ડેવલોપ્મનેટ ઓર્થોરિટીના ચેરમેન છે. તેઓ બેંગલુરુમાં જરૂરી બેઠક માટે પરત આવ્યા છે.