પાકિસ્તાન કસ્ટમ્સ ડિરેક્ટોરેટ જનરલ ઓફ અફઘાન ટ્રાન્ઝિટે અફઘાનિસ્તાનના માર્ગ પર મોટી સંખ્યામાં ભારતીય ખાંડની કસબ જપ્ત કરી છે. આ એક્શન એવા સમયે આવી છે જ્યારે વિવિધ મુદ્દાઓને લીધે ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધ તંગ છે.
જાહેર થયેલા નિવેદનમાં, એક અધિકારીએ જણાવ્યું હતું કે ખંડના જથ્થાનું પ્રયોગશાળામાં પરીક્ષણો થયા બાદ પુષ્ટિ કરવામાં આવી હતી પકડાયેલી ખાંડ “માનવ વપરાશ માટે અયોગ્ય” છે. અત્યાર સુધી, 258 કન્ટેનરમાંથી 172 કન્ટેનર ટેસ્ટ કરાયા હતા, જેમાં 4,472 ટનના ખાંડનો જથ્થો છે, તેની ચકાસણી લેબ દ્વારા કરવામાં આવી છે અને અયોગ્ય હોવાનું પુરવાર થયું છે.
બાંગ્લાદેશ, શ્રીલંકા, સોમાલિયા, અફઘાનિસ્તાન અને ઇરાન ભારત માટેના મુખ્ય નિકાસ સ્થળો છે. ભારત પાસે અતિશય ખાંડ સરપ્લસ છે ત્યારે ભારતમાં મિલો અન્ય દેશોમાં નિકાસના માર્ગની શોધ કરી રહી છે.