કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યની કોગ્રેસ-જેડીએસ સરકારના સત્તામાંથી હટ્યા બાદ બીએસ યેદિયુરપ્પાએ 26 જુલાઇના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ તેમના અને ભાજપ માટે આજ એટલે કે, 29 જુલાઇનો દિવસ ઘણો મહત્વનો હતો પણ યેદિયુરપ્પાએ વિધાનસભામાં આજે પોતાનો વિશ્વાસ માટે જીતી લીધો હતો.
જોકે વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે સત્તા સ્થાયી નથી હોતી. આ પીએમ નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા માટે પણ સ્થાયી નથી. અમે તમારા સંખ્યાબળ 105થી 100 સુધી ઘટાડવાનો ક્યારેય પ્રયાસ કરશું નહિ. હવે અમે જોઇશું તમે કઇ રીતે કામ કરો છો. અમે જનતાની ભલાઇ માટે તમારો સાથ આપીશું.
વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું કે, મેં 14 મહિના સરકાર ચલાવી. હું તમારા (યેદિયુરપ્પા) સવાલનો જવાબ આપવા માટે બંધાયેલો નથી. ગત 14 મહિનાથી જે કંઇપણ થયું તે બધુ રેકોર્ડેડ છે. જનતા જાણે છે કે, મેં શું કાર્યો કર્યા છે.
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે આશા કરીએ છે કે બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી હોય શકે છે પરંતુ તેની કોઇ મોટી ગેરેન્ટી નથી. તમે લોકો બળવાખોર ધારાસભ્યો સાથે છો, એવામાં શું તમે સ્થિર સરકાર આપી શકો છો? તે અશક્ય છે. હું આ વિશ્વાસ મતનો વિરોધ કરું છું. કેમકે આ સરકાર ગેરબંધારણીય છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિધાનસભામાં કહ્યું કે, રાજ્યમાં દુષ્કાળ છે. હું ખેડૂતોના મુદ્દો ઉઠાવવા ઇચ્છુ છું. મેં નિર્ણય લીધો છે કે, પીએમ કિસાન યોજનાના અંતર્ગત રાજ્ય સરકારની તરફથી પ્રભાવિત ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. હું વિપક્ષથી અપીલ કરું છું કે, અમે સાથે મળીને કામ કરશું. હું સદનથી અપીલ કરું છું કે, મારા પર વિશ્વાર કરો.