આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાનો માહોલ જોવામાં આવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,135.93 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,009.80 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.4 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે. જોકે ત્યારબાદ આંશિક રિકવરી જોવા મળી હતી.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74 ટકાના ઘટાડો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.61 ટકા ઘટ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 138.75 અંક એટલે કે 0.37 ટકાના ઘટાડાની સાથે 37258.49 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 45.90 અંક એટલે કે 0.41 ટકા ઘટીને 11039.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
મેટલ, આઈટી, ઑયલ એન્ડ ગેસ, ટેક, બેન્કિંગ, પાવર અને કેપિટલ ગુડ્ઝ 0.14-0.93 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.67 ટકા ઘટાડાની સાથે 28599.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો સેક્ટરમાં ખરીદારીનું વલણ જોવાને મળી રહ્યું છે.
દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, બ્રિટાનિયા, ઝિ એન્ટરટેનમેન્ટ, બીપીસીએલ અને ઓએનજીસી 1.26-4.14 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં હિરો મોટોકૉર્પ, યસ બેન્ક, ભારતી એરટેલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા અને મારૂતિ સુઝુકી 0.71-1.70 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, અજંતા ફાર્મા, જીઈ ટીએન્ડડી ઈન્ડિયા, એલએન્ડટી ફાઈનાન્સ અને વક્રાંગી 3.62-2.45 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા, વર્હલપુલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને પેટ્રોનેટ એલએનજી 1.43-0.51 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં કોફી ડે, સિકલ લોજીસ્ટિક્સ, ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, ભણસાલી એન્જીનયર્સ અને સિગનેટ ઈન્ડસ્ટ્રીઝ 19.99-7.1 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં કોપરણ, ગુજરાત ગેસ, પ્રાઇમ ફોક્સ, સુલ્તેજ ટેક્સટાઇલ્સ અને બનારી અમન શુગર 3.00-8.83 ટકા સુધી મજબૂત થયા છે.