પોતાના ખેતરમાં શેરડીનું હાર્વેસ્ટિંગ કર્યા બાદ, ઓરિસ્સાના દરિયાકાંઠાના બાલાસોર જિલ્લામાં 67 વર્ષિય શેરડીના ખેડૂતને ખેતરમાં રાખેલા ખાડામાં આગ લગાડતા પોતાને આગ આંબી જતા મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, 67 વર્ષિય કાલિચરણ જેઓ સવારે બાલાસોર જિલ્લાના બસ્તા બ્લોક અંતર્ગત રઘુનાથ ગ્રામપંચાયતના ગિલાજોડી ગામ ખાતે શેરડીના ખેતરમાં ગયા હતા. એક દિવસ પહેલા, તેણે શેરડીની હાર્વેસ્ટિંગ પૂર્ણ કરી લીધી હતી અને ખેતરમાં ફક્ત સ્ટ્રો અને સૂકા પાંદડા હતા.
બાસ્તા પોલીસ મથકના નિરીક્ષક ધનેશ્વર સહુએ જણાવ્યું કે, સૂકા પાંદડા અને અન્ય ફસલથી છૂટકારો મેળવવા, તેણે તેઓને આગ ચાંપી દીધી, પરંતુ કોઈ જ સમયમાં આગની જ્વાલા બહાર આવવા તેમાં તે ચપેટમાં આવી ગયા હતા. તેમને બચાવવા માટે ગામલોકો ઘટના સ્થળે દોડી ગયા હતા, પરંતુ તે દાઝી જતા ઈજા પામ્યો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કબજે કર્યો હતો