ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની ન્યાયિક કસ્ટડીની મુદત વધારવામાં આવી છે. નીરવ મોદીને 19 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેવું પડશે.હાલ નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે. જુલાઇની શરૂઆતમાં, યુકેની એક અદાલતે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, અને તેની ન્યાયિક કસ્ટડી 22 ઓગસ્ટ સુધી લંબાવી હતી. પંજાબ નેશનલ બેંક (પીએનબી) માં રૂ. 13,500 કરોડનો ઘોટાળામાં તે સામેલ છે.જુલાઈમાં, વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદી કેસની સુનાવણી કરતાં મેટ્રોપોલિટન પોલીસને 22 ઓગસ્ટે આગામી સુનાવણી સુધી નીરવ મોદીને તેમની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.હવે આ ન્યાયિક અવધિ 19 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.
ભારતના ભાગેડુ હીરાના વેપારીને 19 માર્ચે હોલોબનથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. પીએનબીનો આરોપ છે કે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ કેટલાક બેંક કર્મચારીઓની મદદથી 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. ત્યારબાદથી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા બંનેની તપાસ કરવામાં આવી રહી છે.
ઇડીએ ચોક્સી વિરુદ્ધ મુંબઇમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જાન્યુઆરી 2018 માં છેતરપિંડીના સમાચારથી બંને ભારત છોડીને ભાઈ છૂટ્યા હતા.