સીતાપુરની એક સહકારી સુગર મિલ સોસાઈટીના સેક્રેટરી સહકર્મીઓની પીટાઈ કરવા માટે બિસ્વાન સીટ પરના ભાજપના ધારા સભ્યની ધરપકડ કરવામાં આવી છે.
100 કૂથી વધારે સહકારી મિલન લોકોએ એક ભાજપના ધારા સભ્ય સામે વિરોધ પ્રદર્શન પોલીસે ભાજપના ધારા સભ્ય મહેન્દ્રસિંઘ અને તેમના કેટલાક માણસોની ધરપકડ કરી છે.
સુગર મિલ કોઓપરેટીવ સોસાઈટીના સેક્રેટરી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંઘના માણસ નાગેન્દ્રએ ફોન કરીને કોઈ આશિષ યાદવને નાઈટ ડ્યુટી સોંપવા માટે બુધવારે કોલ કર્યો હતો.
જેના જવાબમાં મેં એવું કહ્યું હતું કે અત્યારે હું કામમાં છું અને આ અબંતમાં હું તમારી સાથે પછી વાત કરું છું પણ તેમને કોઈપણ ભોગે માત્ર 30 મિનિટમાં ધારા સભ્ય મહેન્દ્ર સિંઘની ઓફિસે પહોંચવા જણાવ્યું હતું તેમ રામ પ્રતાપે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
ત્યારબાદ નાગેન્દ્ર 20 લોકોના ટોળા સાથે બપોરે ઘસી આવ્યા હતા અને પકડીને બહાર કાઢીને અન્ય લોકોને પણ માર માર્યો હતો અને મને ધારાસભ્ય ની ઓફિસમાં ઘસડી ગયા હતા.
ધારા સભ્યે પણ ફડકો ઝીંકી દુહો હતો અને ગાળો ભાંડી હતી અને તેમના માણસોએ પણ મને મારવાનું શરુ કર્યું હતું।કોઈપણ ભોગે હું ત્યાંથી નાસી જવામાં સફળ થયો હતો અને લખનૌ જતી બસમાં બેસી ગયો હતો.આ બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર હાલ ધારા સભ્ય સામે રાયોટીંગ થી મંડી અન્ય ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે નાગેન્દ્રને ઝડપી લેવામાં આવ્યો છે અને સીસીટીવીના આધારે અન્ય લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જોકે ધારા સભ્યે જણાવ્યું હતું કે રામ પ્રતાપની સામે ભષ્ટ્રાચારની તપાસ થઇ રહી હતી અને મારી સામે ખોટો કેસ ઉભો કર્યો છે અને મેં તેમને કોઈ માર માર્યો નથી.