GST રેઇડ: સંયુક્ત ઓપેરેશનમાં દેશભરમાં એકસાથે 336 જગ્યા પર છાપામારી

નવી કરપ્રણાલી ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) હેઠળ વેપારીઓ અને નિકાસકારો દ્વારા કરચોરીના એક પછી એક ચોંકાવનારા કૌભાંડો બહાર આવી રહ્યા છે. જીએસટી ઇન્ટેલિજન્સના ડિરેક્ટોરેટ જનરલ (DGGI) અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા રૂ.470 કરોડના IGST રિફંડમાં કથિત વ્યાપક ગેરરીતિ આચરનાર નિકાસકારો ઉપર તવાઇ લાવવા અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ ઓપેરેશનમાં ગઇકાલે દેશભરના જુદાં-જુદાં 336 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. DGGI અને DRI દ્વારા આ સમગ્ર સર્ચ ઓપરેશનમાં લગભગ 1200 જેટલાં અધિકારીઓ જોડાયા હતા. DGGI અને DRI એ આ સર્ચ ઓપરેશનમાં દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તેલંગાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સ્થિત કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ (CBDT)ની બે વિશેષ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન CBICના ઇતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના હતી જેમાં બંને એજન્સીઓના લગભગ 1200 અધિકારીઓ સામેલ થયા હતા. બંને એજન્સીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલા આંકડાઓના વિશ્લેષ્ણથી એવી માહિતી બહાર આવી છે કે, કેટલાંક નિકાસકારો પેમેન્ટ ઓફ ટેક્સ (IGST) ઉપર ભારતમાંથી બહાર વસ્તુઓની નિકાસ કરી રહ્યાં છે, જેમણે અગાઉથી જ બોગસ કે નકલી સપ્લાયના ધારે સંપૂર્ણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધું છે. ત્યારબાદ આવા IGST પેમેન્ટ ઉપર એક્સપોર્ટ રિફંડના દાવા કરવામાં આવ્યા હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ એનાલિટિક્સ અને રિસ્ક મેનેજમેન્ટ (DGARM) દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટાના આધારે વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નિકાસકારો સાથે સંબંધિત જીએસટી ડેટાને કસ્ટમ્સ વિભાગના એક્સપોર્ટ ડેટા સાથે સરખાવવામાં આવેલા કેટલાંક ‘રેડ ફ્લેગ/શંકા ઉપજે તેવા આંકડા’ સંકેત ફિલ્ટર્સ લાગુ કરવામાં આવ્યા હતા. એ બાબત પણ ધ્યાને આવી છે કે નિકાસકારો તેમજ તેમના સપ્લાયર્સ દ્વારા રોકડ મારફતે સાવ નગણ્ય કે ટેક્સની ચૂકવણી જ કરવામાં આવી નથી.

કેટલાંક કિસ્સાઓમાં તો ITC મારફતે ચૂકવેલ કર આ કંપનીઓએ ચૂકવેલા ITC કરતા પણ વધારે જોવા મળ્યું છે. બાતમીના આધારે શંકાસ્પદ નિકાસકારો અને તેમના સપ્લાયર્સની ઓફિસ- પરિસરમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દિવસભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં ચોંકાવનારી બાબત બહાર આવી કે દેશભરમાં ચારેય બાજુથી ફેલાયેલી ઘણી કંપનીઓ અસ્તિત્વ જ ધરાવતી નથી કાં તો બોગસ સરનામાં આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here