નાઇજીરીયા: સરકારનો 2023 સુધીમાં 750,000 મેટ્રિક ટન ખાંડ ઉત્પાદનનો લક્ષયાંક

ખાંડના ઓછા ઉત્પાદનમાં સંઘર્ષ કરી રહેલા નાઇજીરીયા દેશ હવે પોતાના જ દેશમાં ખાંડનું ઉત્પાદન વધારવાનું લક્ષ્ય ધરાવે છે. નેશનલ સુગર ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનએસડીસી) ની પોલિસી પ્લાનિંગ, રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સના ડિરેક્ટર કોલવોલે હિઝકીયાએ જણાવ્યું હતું કે, “દેશમાં તેના સુગર માસ્ટર પ્લાન હાંસલ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા વર્ષથી 2023 સુધીમાં દેશમાં વાર્ષિક 600,000 થી 750,000 મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. ”

દેશનો હેતુ પણ ખાંડની આયાત ઘટાડવાનો છે અને તેના બદલે સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માંગે છે.રાષ્ટ્રીય સુગર ડેવલપમેન્ટ કાઉન્સિલ (એનએસડીસી)ના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડો. લતીફ બુસારીએ અગાઉ જણાવ્યું હતું કે ખાંડની આયાતમાં ઘટાડો અને ઘરેલું ઉત્પાદનમાં થયેલા વધારાથી દેશના વાર્ષિક 56 મિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ બચશે.

ઘરેલુ ખાંડના ઉત્પાદનમાં વધારો કરવા માટે,નાઇજીરીયા દેશના ખાંડ ઉત્પાદકોને મદદ કરવા તૈયાર છે.બુસારીએ જણાવ્યું હતું કે દેશના ખાંડ ઉદ્યોગના મહત્વપૂર્ણ ખેલાડીઓને આ ક્ષેત્રમાં વધારો કરવા માટે તમામ ટેકો મળશે.અને તેમણે વ્યક્ત કર્યું હતું કે વધુ સહાય આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા દેશને ખાંડનો પૂરતો ઓદ્યોગિક અને ઘરેલું વપરાશ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here