સત્તા ચાર દિવસની મંદી બાદ શેર બજારમાં આજે શરૂઆતી તેજી જોવા મળી હતી અને શરૂઆતમાં જ લગભગ સેક્ટરના સ્ટોકમાં ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફટીએ પણ શરૂઆતી પકડ હાંસલ કરીને અપાઈ હતી.
આજે રિઝર્વ બેન્કની પોલિસીની મિટિંગ પણ મળી રહી છે અને બેન્ક રેટ માં ફરી એક વખત કટ જોવા મળી શકે છે તેવી આશા સાથે માર્કેટમાં આજે પોઝિટિવ સંકેતો જોવા મળી હતી
માર્કેટ ખુલ્યા બાદ 9:30 આસપાસ સેન્સેક્સ 200 પોઇન્ટ વધારા સાથે 38320 આસપાસ જોવા મળી હતા અને નિફટી 11372 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો.
આજે સવારથી જ બેન્ક નિફટી માં તેજી જોવા મળી હતી.યસ બેંકમાં પણ આજે પણ ફરી 5% તેજી જોવા મળી હતી જયારે ઇન્ડુસઇન્ડ બેંકમાં ચાર દિવસની ગિરાવટ બાદ આજે તેજી જોવા મળી હતી ઓટો શેરમાં પણ એક રફ્તાર જોવા મળી હતી.
ફેસ્તીવે સીઝન નજીક આવી રહી છે એટલે ગોલ્ડ ,ઓટો શેરમાં પણ થોડી તેજી જોવા મળી રહી છે જયારે ઇન્ડિયાબુલસ હાઉસિંગ અને ઝી નેટવર્કમાં થોડી ગિરાવટ જોવા મળી હતી.