શેર બજારમાં જોવા મળી મજબૂત શરૂઆત

શેરબજારમાં દિવસની શરૂઆતમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +133.33 અંક એટલે કે 0.35% ટકા વધીને 38,639.42 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +44.30 પોઈન્ટના ઉછાળા સાથે 11,472.60 પર ટ્રેડ થઇ રહી છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 5 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.59 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.54 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

આજે સવારથી બીપીસીએલ અને વિપ્રોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી જયારે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસેરવમાં પણ ભારે તેજી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here